આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યના 17.14 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ગાંધીનગર: આજથી (12 માર્, સોમવાર) ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. રાજ્યના 17,14,979 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધો-10ના 11,03,674 વિદ્યાર્થી અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1,34,679 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,76,634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા પરીક્ષાર્થી ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે પરીક્ષાખંડની આસપાસ 144ની કલમ લગાવવામાં આવી છે.

બોર્ડની પરીક્ષાને લઈને રાજ્યમાં 1548 કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ખાસ વ્યવસ્થા , દ્રશ્ટિહીન વિદ્યાર્થીઓ બ્રેઇલલીપી પેપરથી પ્રથમ વખત પરીક્ષા આપશે. પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરા નજર રાખશે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ તેમજ અન્ય ઇલેકટ્રોનિક ડિવાઇસ લઇ જવા પર, કેન્દ્રની બહાર લાઉડ સ્પીકર વગાડવા તેમજ ઝેરોક્ષની દુકાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રની બહાર પશ્ચાતાપ પેટી પણ મુકવામાં આવી છે.

error: Content is protected !!