અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજો લેશે ભાગ

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનો આજે (રવિવારે) રંગેચંગે પ્રારંભ થયો હતો. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે  ઈંગ્લેન્ડ, કુવેત, કોરિયા, યુક્રેન જેવા દેશોમાંથી તેમજ સ્વદેશી પતંગબાજો અમદાવાદ પહોંચ્યા છે.  ભારતના 19 રાજ્યોમાંથી 96 પતંગબાજો અને 44 દેશોમાંથી 149 જેટલા પતંગબાજો અમદાવાદ કાઈટ ફેસ્ટીવલની મજા માણતા નજરે પડશે.

આ ફેસ્ટિવલમાં ભાગ લેવા મહેમાનો આ વર્ષે બીજી ત્રીજી વખત આવ્યા છે તો કેટલાક મહેમાનો માટે આ વર્ષનો કાઈટ ફેસ્ટિવલ પ્રથમ અનુભવ બની રહેશે. વિદેશી પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લઈને આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતના મહેમાન બનેલા પતંગ રસિકો ગુજરાતના અને ભારતના ભરપૂર વખાણ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ રંગબેરંગી અને આકર્ષક કલાકારીગરીવાળી પતંગોને આકાશમાં ઉડતી જોવા માટે સ્થાનિક શહેરીજનો પણ આ ફેસ્ટિવલમાં ઉમટી પડે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી અને અમદાવાદના મેયર સહિતના મહેમાનોની હાજરીમાં કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દરમિયાન રૂપાણીએ ઉતરાયણું મહત્વ અને ઉત્સવોની ઉજવણીથી ગુજરાત વિશ્વના નકશામાં ચમકતું થયું હોવાની વાત કરી હતી. રૂપાણીએ ઉમેર્યું હતું કે, પતંગબાજો અમદાવાદમાં જ નહીં પણ રાજ્યના અલગ-અલગ શહેરોમાં ફરીને આ મહોત્સવની ઉજવણી કરશે.

Image may contain: 2 people, people standing and text

error: Content is protected !!