રાજપીપળામાં આદિવાસી સંમેલનનો પ્રારંભ

રાજપીપળા: રાજપીપળા નજીક જીતનગરમાં આજે (શનિવારે) 25માં આદિવાસી સંસ્કૃતિ સંમેલનનો પ્રારંભ થયો છે. શુક્રવારે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા બાદ આજે સવારે આદિવાસી પ્રદર્શન અને આદિવાસી સાહિત્ય સંમેલન યોજાયું હતું.  સમાજમાં અત્યાચાર અને સમાજના રીવાજો અંગે સંમેલનમાં આદિવાસી મહિલાઓ દ્વારા મુક્ત ચિંતન કરવામાં આવ્યું હતું.  સંમેલનમાં આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખતો પહેરવેશ અને આદિવાસીઓની વર્ષાપૂજા પરંપરા, ઘંટીઓ, વાજીંત્રો, તીરકામઠા અને આદિવાસી ખોરાક સહિતનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
સમગ્ર દિવસ દરમિયાન આદિવાસી સમાજ અને અન્ય સમાજે આ પ્રદર્શનનો લ્હાવો લીધો હતો.  આવતી કાલે 14 જાન્યુઆરી રવિવારે  સવારે મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સંમેલનમાં ઇન્ડોનેશીયા, ગુજરાત, મહારાષ્ટ્ર, છતીસગઢ, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી આદિવાસી સમાજના લોકો પોતાની આ સંસ્કૃતિ રજૂ કરવા તેમજ નિહાળવા ઉમટી પડ્યા હતા. સંમેલનને પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા સભાસ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

error: Content is protected !!