વડાપ્રધાન મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુની ગુજરાત મુલાકાતને લઇ તૈયારી શરુ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે આગામી 17 જાન્યુઆરી બુધવારે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. બંને નેતા એક જ દિવસ અને થોડા કલાક માટે જ ગુજરાત આવવાના હોય તે પ્રમાણે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતની ટૂંકી મુલકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને નેતન્યાહુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડરાડ ગામે આવેલા શાકભાજીના સેન્ટર ઓફ એકસલન્સની મુલાકાત લેશે. અંદાજે 10 હેક્ટરના આ સેન્ટરમાં હાઈટેક નર્સરી ઉભી કરવામાં આવી છે. જ્યાં ખેડૂતોને ખેતીને લગતી વિવિધ તાલીમ આપવામાં આવે છે. ઓછામાં ઓછા પાણીમાં મહત્તમ પાકનું ઉત્પાદન, પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા માલ્ચિંગ ટેકનોલોજીથી શાકભાજીનું ઉત્પાદન વધારવાની પદ્ધતિ પણ અહીં વિકસાવવામાં આવી છે.

આ સેન્ટરની મુલકાત દરમિયાન વડાપ્રધાન નેતન્યાહુ રીમોર્ટ દ્વારા કચ્છના ભુજ તાલુકામાં હુકમા ગામે ખારેકની ખેતી માટેના સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન ખારેકને સૂકી ખારેકમાં રૂપાંતર કરવાની ટેકનોલોજી માટે ઇઝરાયેલ પાસેથી મદદ મેળવવા અંગેના કરારની ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.સાણંદ નજીક ગુજરાત સરકાર દ્વારા ઉભા કરાયેલા આઈ-ક્રિયેટ સેન્ટરની પણ આ બંને નેતા મુલાકાત લેશે.

વિદેશી નેતાની ગુજરાત મુલાકાતને લઈને તૈયારી કરવા માટે રાજ્ય સરકારનું તંત્ર કામે લાગી ગયું છે.

error: Content is protected !!