સીબીએસસી બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ, વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને પાઠવી શુભકામના

નવી દિલ્હી: માર્ચ મહિનો એટલે કહી શકાય કે, બોર્ડની પરીક્ષાનો મહિનો. આજથી (મંગળવાર) શરુ થતી સીબીએસસી બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં દેશભરમાંથી કુલ 28.24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે. 5મી માર્ચથી એટલે કે આજથી 12મી એપ્રિલ સુધી આ પરીક્ષા ચાલશે.

ધોરણ 10માં ઈન્ફોર્મેશન – કોમ્યુનિકેશન ટેકનોલોજી, ઓટો મોબાઈલ ટેકનોલોજી સહિતની પણ પરીક્ષાઓ લેવાશે. ધોરણ 10ના 16.38 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે. જ્યારે ધોરણ 12ના 11.86 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ચાલુ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં વર્ષ 2017ની સરખામણીએ ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં ઘટાડો નોંધાયો છે.  જ્યારે ધોરણ 12માં ચાલુ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં વર્ષ 2017ની સરખામણીએ વધારો નોંધાયો છે.

સીબીએસસી બોર્ડની પરીક્ષાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેસબુક પોસ્ટ કરી પરીક્ષા આપનાર વિસ્યાર્થીઓને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, એક સ્મિત અને આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષા આપો.

error: Content is protected !!