સુરત એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય સુવિધા માટે ઈમિગ્રેશન કર્મચારીની રાજ્ય સરકારની મંજુરી

સુરત: સુરત એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય વિમાની સેવા માટે સરકાર મક્કમ અને નક્કર કામગીરી કરી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહીત અનેક સ્તરે આ અંગે સતત રજૂઆત કરવામાં આવતી રહી છે. આંતરરાષ્ટ્રીય સેવા ની શરૂઆત કરવા માટે જરૂરી એવી ઈમિગ્રેશન ની સુવિધા ઉભી કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સુચના આપી હતી. એને હકારાત્મક પ્રતિસાદ આપીને ગુજરાત સરકારે સુરતના પોલીસ કમિશનરને સુરત એરપોર્ટ ઉપર ઈમીગ્રેસન સુવિધા માટે ૬૮ કર્મચારીની વ્યવસ્થા ઉભી કરવા માટે જણાવ્યું છે. સાંસદની રજૂઆતનું ફળદાયી પરિણામ મળ્યું છે.

સાંસદ સી આર પાટીલ એ આ સંદર્ભે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા માટે કેન્દ્ર સરકાર કૃતનિશ્ચયી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સુરત મુલાકાત દરમ્યાન સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનાં સંદર્ભમાં રાજ્ય સરકાર તરફથી ઈમીગ્રેશન સ્ટાફની માંગણી કરવામાં આવી હતી અને જેઓ દ્વારા મંજૂરી આપવા માટેની ખાત્રી આપવામાં આવી હતી અને માન. મુખ્યમંત્રી દ્વારા ઈમીગ્રેશન માટે રાજ્યસરકાર તરફથી ડેપ્યુટેશન પર સ્ટાફ ફાળવી આપવામાં આવેલ છે. જેથી સુરત એરપોર્ટને ઝડપથી ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં સરળતા થશે તબક્કાવાર તમામ સુવિધા ઉભી થઇ રહી છે એમાં ઈમિગ્રેશનની સુવિધા ઉભી થતા એક ઔર કદમ આગળ વધારાયું છે.

error: Content is protected !!