11થી 20 જાન્યુઆરી સુધી યોજાશે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન

ગાંધીનગર: ઉતરાયણ પર્વે પતંગ-દોરાથી પક્ષીઓને ઇજા થતી બચાવવા 11થી 20 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરૂણા અભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ 11 જાન્યુઆરી ગુરુવારે અમદાવાદથી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અબોલ-પશુ- પક્ષીઓને પતંગથી થતી ઇજા હાનિથી બચાવવાની રાજ્યમાં સતત બીજીવાર આ અભિયાન યોજાઇ રહ્યું છે. ગત વર્ષે ઉતરાયણ પર્વ દરમિયાન યોજાયેલા આ કરૂણા અભિયાનમાં 25000થી વધુ પક્ષીઓને પતંગ-દોરાની ઇજાથી રેસ્કયુ કરવામાં સફળતા મળી હતી. આ વર્ષે યોજાનારા કરૂણા અભિયાન અન્વયે દરેક તાલુકા મથકે સવારે 7 થી સાંજે 6 દરમિયાન કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. મુખ્યમંત્રીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ વન વિભાગના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં સારવાર હેઠળના પક્ષીઓની
સુશ્રુષા-સુવિધાની માહિતી પણમેળવી હતી. આ સાથે જ પ્રાણીઓના બચાવ માટે 11 એનિમલ એમ્બ્યુલન્સ ફરતી રહેશે અને હેલ્પલાઇન નંબર 1962 પર ઈજાગ્રસ્ત પ્રાણી કે પક્ષીની જાણકારી આપી શકાશે.

error: Content is protected !!