બનાસકાંઠા: અમીરગઢમાં આદિવાસી સમાજના વાહન પર પથ્થરમારો, આઠને ઈજા પહોંચતા 200 જેટલા લોકો પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેસી ગયા

બનાસકાંઠા: અમીરગઢ નજીક શનિવારે મોડી રાતે પથ્થરમારાનો બનાવ બન્યો હતો જેમાં 8 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા 200 જેટલા આદિવાસી લોકો પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેસી ગયા હતા.

માહિતી મુજબ આદિવાસી સમાજના કેટલાક લોકો મામેરું ભરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અમીરગઢ નજીક તેમના વાહનો પર પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં ગાડીઓના કાચ તૂટ્યા અને ગાડીમાં બેઠેલા 8 લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ આદિવાસીઓનું એક ટોળું અમીરગઢ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. હુમલો કરનારા આરોપીની જેમ બને તેમ જલદી ધરપકડ કરવાની માગ સાથે આદિવાસી સમાજનું કહેવું હતું કે, તેમના સમાજના લોકો પર વારંવાર આ પ્રકારે હુમલા થતા રહે છે.

error: Content is protected !!