પંચમહાલમાં કોંગ્રેસની રેલી દરમિયાન પથ્થરમારાની ઘટના

પંચમહાલ: ગુજરાતમાં પ્રચારના અંતિમ દિવસે પંચમહાલના હાલોલના કંજરી ગામેથી પસાર થઈ રહેલી કોંગ્રેસની બાઈક રેલી પર પત્થરમારો થતાં માહોલ ગરમાયો હતો.

હાલોલમાં ભાજપના ઉમેદવારના ગામ પાસેથી પસાર થતાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે  ડખો થયો હતો. તે દરમિયાન સામસામે બોલાચાલી થયા બાદ મામલો ગરમાયો હતો અને આ ઘટના બાદ રેલીમાં પત્થરમારો થયો હતો. પત્થરમારા પછી વાતાવરણમાં ગરમાવો આવી જતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ભાજપના કાર્યકરો દ્વારા પત્થરમારો  કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 14 ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે આજે (મંગળવારે) પ્રચાર માટેનો છેલ્લો દિવસ હતો.

error: Content is protected !!