બે મહિનાથી ખાડી દેશમાં અટવાયેલા તેર નાવિકો કચ્છી નવ વર્ષ અને ઇદ અગાઉ વતન પરત ફર્યા

ભુજઃ કચ્છી નવવર્ષ અને ઇદ અગાઉ 13 કચ્છી નાવિકો કે જે બે મહિનાથી યુનાઇટેડ આરબ અમિરાતમાં ફસાઇ ગયા હતા તેઓ પોતાના વતન પાછા ફરી શક્યા છે. દુબઇ સ્થિત ભારતીય રાજદૂતાવાસના અથાગ પરિશ્રમ અને સૌજન્યથી તેર નાવિકોનુું વતન પરત ફરવાનું શક્ય બની શક્યું છે.

ચાલુ વર્ષની 22મી એપ્રિલે એમએસવી અલ હમદ1 નામનું વહાણ શારજાહ બંદર પાસે આગમાં ખાક થઇ ગયું હતું. આ ઘટના વહાણ બંદર પર લાંગરે તેના બે દિવસ અગાઉ જ બની હતી. આ પછી નાવિકો કે જે સૌ કચ્છના છે તેઓ દુબઇ – શારજાહમાં ફસાઇ પડયા હતા.

લગભગ બે અઠવાડિયા અગાઉ ભારતીય રાજદૂતાવાસના ધ્યાન પર આ કિસ્સો લાવવામાં આવ્યો હતો તે પછીના સુવ્યવસ્થિત રીતે આદરવામાં આવેલા પ્રયત્નોને કારણે આ નાવિકો શનિવારે ભારત પરત આવી પહોંચ્યા હતા.

લોકપ્રિય એવા વિદેશી બાબતોના મંત્રી સુષ્મા સ્વરાજ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકાર અત્યાર સુધી વિદેશમાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકોની મદદે આવીને તેમને વતન પરત લઇ આવી છે. એ જ ક્રમમાં આ વધુ એક આવકારદાયક કદમ છે.

error: Content is protected !!