લાઉડ સ્પીકર દ્વારા થતી અજાનથી પહોંચતી ખલેલ સામે સોનુ નિગમ બાદ હવે સુચિત્રા કૃષ્ણામૂર્તિ ખુલીને બહાર આવી

નવી દિલ્હી, દેશગુજરાત: મસ્જિદોમાંથી દિવસમાં પાંચ વખત લાઉડ સ્પીકર પરથી રેલાતા અજાનના મોટા અવાજો અનેક લોકો માટે ભારે ખલેલ પહોંચાડનારા નીવડતા હોય છે. અજાન લાઉડ સ્પીકર વગર પણ કરી શકાતી હોય છે. લાઉડ સ્પીકર તો 1930ના ગાળામાં આવ્યા. એ પહેલા સ્પીકર વગર અજાન થતી જ હતી. એવા કેટલાય મુસ્લિમ દેશો છે કે જેમાં અજાન લાઉડ સ્પીકર પરથી નથી થતી. અજાનથી ખાસ કરીને વહેલી સવારે પહોંચતી ખલેલ બાબતે વિવિધ લોકો પોતાનો આક્રોશ પ્રગટ કરતા રહે છે.

ગાયક સોનું નિગમ બાદ હવે અભિનેત્રી અને સિંગર સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અઝાનને લઈને ખુલીને ટિપ્પણી કરી છે. સુચિત્રાએ એક ટવીટમાં લખ્યું છે કે, સવારે પોણા પાંચ કલાકે ઘરે પરત ફરી છું અને અઝાનના અવાજે મને બહેરી કરી દીધી છે. આ પ્રકારે ધર્મને કોઈના પર થોપી દેવા જેવું મૂર્ખામીભર્યું કામ બીજું કોઈ નથી.

સુચિત્રાએ આ ટ્વીટ કરતા મુસ્લિમોએ ટ્વીટર પર અપેક્ષા મુજબ જ ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી હતી. એક વ્યક્તિએ લખ્યું કે, હિન્દુ સેલિબ્રિટી અઝાનની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે હું તેમને યાદ અપાવવા માગુ છું કે હિન્દુ ધર્મ પ્રમાણે સવારે વહેલા ઉઠવું સારું માનવામાં આવે છે. આ કામ માટે જ અઝાન તમારી મદદ કરે છે.સુચિત્રાના ટ્વીટને લઈને મુસ્લિમ પરસ્ત એવી સમાજવાદી પાર્ટીએ પણ તેની મજાક ઉડાવી હતી.

error: Content is protected !!