સુનંદા પુષ્કર કેસ: શશિ થરુર આરોપી, દિલ્હી પોલીસે દાખલ કરી ચાર્જશીટ

નવી દિલ્હી: સુનંદા પુષ્કર હત્યા કેસના 4 વર્ષ બાદ દિલ્હી પોલીસે આજે (સોમવારે) પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસે આઈપીસીની કલમ 306 એટલે કે આત્મહત્યા માટે ઉકસાવવું અને 498-એ વૈવાહિક જીવનમાં હેરાનગતિ કરવી અંતર્ગત આરોપી કોંગ્રેસ નેતા શશી થરુર સામે 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે કોર્ટમાં 24 મેનાં રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં કોલમ નંબર 11માં થરૂરનું નામ ઉમેરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોલમ નંબર 11માં આરોપીની ધરપકડ વગર પણ ચાર્જશીટ દાખલ કરી શકાય છે.
સુનંદાના શરીર પર ઈજાના 12 જેટલા નિશાન મળી આવ્યા હોવાથી ચાર્જશીટમાં  આત્મહત્યા માટે ઉકસાવવાની કલમ જોડવામાં આવી હોવાનું એસઆઈટી જણાવ્યું હતું. આ સાથે કલમ 498-એ  એટલા માટે કેમ કે, થરૂર અને સુનંદાના વૈવાહિક જીવનમાં ઘણો તણાવ હતો અને સુનંદાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ઈજાના 12 નિશાન મળી આવ્યાં હોવાનો ઉલ્લેખ હતો. જેથી થરૂરે તેની સાથે મારપીટ કરી હોઈ તેવી શક્યતાના આધારે આ કલમ ઉમેરવામાં આવ છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ, 2018માં આવેલા ખાનગી રિપોર્ટ મુજબ પોલીસને પહેલાં દિવસથી જ જાણ હતી કે તેમની હત્યા થઈ છે. દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર બી.એસ.જયસ્વાલે જે પહેલાં રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે, વસંત વિહારના એસડીએમ આલોક શર્માના નિરીક્ષણ પછી કહેવાયું હતું કે, આ આત્મહત્યા નથી. તેમના રિપોર્ટના આધારે સરોજિની નગરના એસએચઓને આ મામલાની તપાસ હત્યાની દિશામાં કરવાનું પણ કહેવાયું હતું. નોંધનીય છે કે, દિલ્હી પોલીસે આ મામલે પહેલાં હત્યાનો કેસ પણ દાખલ કર્યો હતો.

જાન્યુઆરી, 2014માં દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં સુનંદા પુષ્કરનું મોત થયું હતું. થરૂર અને સુનંદાના લગ્ન વર્ષ 2010માં થયા હતા.

error: Content is protected !!