કેરળમાં લવ જેહાદ સાથે સંકળાયેલા એક કેસની એનઆઈએ તપાસ કરશે

નવી દિલ્હી, દેશગુજરાત: કેરળના એક લવ જેહાદના એક કેસમાં સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસની તપાસ એનઆઈએને સોંપી છે. આ કેસમાં કોઈ આતંકવાદી સંગઠનનો હાથ છે કે નહીં તે અંગે એનઆઈએ તપાસ કરશે.

કેરળમાં રહેતી અખિલાના પિતા કે.એમ.અશોકને  હાઈકોર્ટમાં અરજી કરીને મુસ્લિમ યુવક સૈફીન પર આરોપ લગાવ્યો હતો કે, સૈફીને તેની દીકરીને ફોસલાવીને પહેલા ધર્મ પરિવર્તન કરાવ્યું અને લગ્ન કર્યા બાદ તેને આઈએસઆઈએસમાં સામેલ થવા અંગે દબાણ કરી રહ્યો  છે. આ લગ્નને તોડવા માટે અશોકને અરજી કરી હતી. આ અંગે હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, લગ્ન તેના જીવનનો મહત્વનો મુદ્દો છે, જે માટે તેણીએ પોતાના પરિવારની સલાહ લેવાની જરૂર હતી. કથિતરૂપે થયેલા લગ્નની કાયદાની નજરમાં કોઈ કિંમત નથી. તેના પતિને તેની સાથે રહેવાનો કોઈ અધિકાર નથી. હાઈકોર્ટે અશોકનને તેની પુત્રી અખિલાને સુરક્ષા આપવા માટે કોટ્ટયમ જિલ્લા પોલીસને આદેશ આપ્યો હતો. ન્યાયાલયના આદેશ બાદ મહિલા છાત્રાલયમાં રહેતી અખિલા હવે તેના પિતા અશોકનની સાથે રહેશે. ન્યાયાલયે પોલીસને પણ તપાસના આદેશ આપ્યા છે.

જોકે, અખિલાએ કોર્ટમાં કહ્યું હતું કે, તેણીએ પોતાની ઈચ્છાથી મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે. અખિલ મુસ્લિમ બની ગયા બાદ અશોકને ગયા વર્ષે કોર્ટમાં અરજી કરી હતી. અશોકનની અરજી અંગેની સુનાવણી દરમિયાન જ અખિલાએ શફીન જહાં નામના મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી લીધા હતા. કોર્ટે આ લગ્નને ગેરકાયદેસર ઠેરવ્યા હતા.

error: Content is protected !!