ફોન કે સાર્વજનિક સ્થળો પર એસસી/એસટી માટે જાતિસૂચક શબ્દ બોલવા એ ગુનો: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, દેશગુજરાત: સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે સાર્વજનિક સ્થળોએ ફોન પર અનુસુચિત જાતિ (એસસી) અને અનુસુચિત જનજાતિ (એસટી) અંગે ટીપ્પણી કરવી એ ગુનો છે અને તેના માટે 5 વર્ષ સુધીની સજા પણ થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિ સામે કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી અટકાવવાનો તેમજ એફઆઈઆર રદ્દ કરવાનો ઇનકાર કરી દીધો હતો. એસસી/એસટી શ્રેણીની એક મહિલા સાથે ફોન પર વાંધાજનક ટીપ્પણી કરવાના આરોપ સાથે એક વ્યક્તિ સામે અરજી કરવામાં આવી છે.

ન્યાયાધીશ ડી.જી.ચેલામેશ્વર અને એસ.એ.નાજીરની પીઠે ઇલાહ હાઈ કોર્ટના 17 ઓગસ્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.

પીઠે કહ્યું કે, આરોપીને સાબિત કરવું પડશે કે તેને સાર્વજનિક સ્થળે મહિલા સાથે વાંધાજનક વાતચીત કરી નથી.આરોપી તરફથી વકીલ વિશ્નોઈએ કહ્યું કે, ‘મહિલા અને તેના કલાયન્ટ શહેરની બહાર હતા ત્યારે તેની વચ્ચે વાત થઇ હતી. તેથી, કહી શકાય નહિ કે, મારો ક્લાઈન્ટ (આરપી) સાર્વજનિક સ્થળેથી વાત કરતો હતો.’

error: Content is protected !!