ગુજરાત સહીત દેશભરમાં રીલીઝ થશે ફિલ્મ ‘પદ્માવત’: સુપ્રીમ કોર્ટની લીલીઝંડી

નવી દિલ્હી, દેશગુજરાત: સુપ્રીમ કોર્ટે તેના વચગાળાના આદેશમાં રાષ્ટ્રવ્યાપી વિવાદાસ્પદ પદ્માવત ફિલ્મની રિલીઝ માટે માર્ગ મોકળો કર્યો છે.  ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા સરકારે સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતની રીલીઝ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.  નિર્માતાઓએ આ પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. મુખ્ય જસ્ટિસ મિશ્રા, જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ ચંદ્રચુડની બેન્ચે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી એ રાજ્યની ફરજ છે. સુપ્રિમ કોર્ટે મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત દ્વારા પદ્માવતની  રીલીઝ વિરૂદ્ધના જાહેરનામાને રદ્દ કર્યું હતું અને ફિલ્મ રીલીઝ માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું. આખરે હવે આ   ફિલ્મ 25 મી જાન્યુઆરીના રોજ દેશભરમાં રિલીઝ થશે. આ અંગે પ્રતિક્રિયા આપતાં, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સરકાર આ આદેશનો અભ્યાસ કરશે.

Related Stories

error: Content is protected !!