આર્મી મેજર આદિત્યનાથ વિરુદ્ધ થયેલી એફઆઈઆર પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પથ્થરબાજો અને સેનાની વચ્ચે ફાયરિંગ મામલામાં સુપ્રીમ કોર્ટે  આર્મી મેજર આદિત્યની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર પર સ્ટે લગાવી દીધો છે. આ સાથે જ તેમની વિરૂધ્ધ કોઈપણ ફરિયાદ કે કેસ નહીં ચલાવવાનુ ફરમાન કર્યુ છે, સાથોસાથ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને આ મામલામાં બે અઠવાડિયામાં જવાબ આપવા આદેશ કર્યો છે.

27 જાન્યુઆરીએ આર્મીનો એક કાફલો શોપિયાંના ગનોવપોરા ગામથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાંક પ્રદર્શનકારીઓએ કાફલા પર પથ્થરમારો કર્યો હતો. જવાબમાં સિક્યોરિટી ફોર્સે  કેટલાંક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે લોકોનાં મોત નિપજ્યાં હતા. શોપિયામાં ફાયરિંગની ઘટનાને લઈને મહબૂબ સરકારના ઓર્ડર પર જમ્મુ-કાશ્મીર પોલીસે આર્મી પર્સનલ્સની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. જેમાં મેજર આદિત્યનું નામ પણ સામેલ છે.

આર્મી મેજર આદિત્યની વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ તેને રદ કરાવવા માટે આદિત્યના પિતા લેફ્ટનન્ટ કર્નલ કર્મવીર સિંહે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. તેમનું કહેવું હતું કે, દીકરાએ સાથીઓને બચાવવા માટે ફાયરિંગ કર્યું. તેમાં કંઈ જ ખોટું નથી.

error: Content is protected !!