સુરત: બોગસ ડોક્યૂમેન્ટ કેસમાં કોર્ટે વસંત ગજેરાના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

સુરતઃ લક્ષ્મી ડાયમન્ડ કંપનીના માલિક અને બિલ્ડર વસંત ગજેરાની વેસુમાં આવેલી અંદાજે રૂ. 100 કરોડની 18500 ચોરસ મીટર જમીનના બોગસ ડોક્યૂમેન્ટ ઉભા કરવાના પ્રકરણમાં હાઇકોર્ટના આદેશ બાદ ઉમરા પોલીસે બુધવારે ધરપકડ કરી હતી. તેમને આજે (ગુરુવારે) કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

વેસુની 18500 ચોરસ મીટર જમીન અંગે ખેડૂત વજુભાઈ માલાણીનો વસંત ગજેરા સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ કેસમાં અગાઉ 29 સપ્ટેમ્બર 2017માં એસીપી દ્વારા તપાસ કરી ગુનો નોંધવાનો રિપોર્ટ કર્યો હતો,પરંતુ ઉમરા પોલીસે ગુનો નોંધ્યો ન હતો. અંતે ફરિયાદી હાઇકોર્ટમાં જતા કોર્ટે ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. ઉમરા પોલીસ બુધવારે મધરાતે વસંત હરી ગજેરા તેના ઘરેથી ઉંચકી લાવી હતી. ત્યારબાદ આજે પોલીસે કોર્ટમાં તેના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે 5 (ટેક્નિકલી 6દિવસ) દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

error: Content is protected !!