રૂ. 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલનારા પોલિસનું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સન્માન કરાયું

સુરત:  રાજ્યના આર્થિક પાટનગર સુરત માં થયેલી રૂ. ૨૦ કરોડના હીરાની લૂંટનો ભેદ માત્ર ૬૦ કલાકના રેકોર્ડ સમયમાં ઉકેલીને પોલીસની અદ્વિતીય શક્તિનો પરિચય આપનારી સુરત પોલિસ ટીમનું સુરત ડાયમંડ એસોસિએશનના ઉપક્રમે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇ કાલે (ગુરુવારે) સન્માન કર્યુ હતું.

વિજય રૂપાણીએ સુદ્રઢ કાયદો અને વ્યવસ્થાને કારણે રોજગારી અને વ્યવસાયીક રોકાણનું પ્રમાણ વધે છે તેમ ગુજરાત પોલીસની સજ્જતાને બિરદાવતા ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે સી.સી.ટી.વી. કેમેરા જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ગુનેગારોને દબોચી લેવામાં
સફળતા સાંપડી છે, ત્યારે રાજ્ય સરકાર રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૬ યાત્રાધામોને રૂ.૩૨૫ કરોડના ખર્ચે સી.સી.ટી.વી. નેટવર્કથી સુસજ્જ કરશે.’

Image may contain: 2 people

તાજેતરમાં સુરત માં રૂ.૨૦ કરોડના હિરાની લૂંટનો ભેદ ઉકેલનારા જાંબાઝ પોલિસકર્મીઓ-અધિકારીઓનું જાહેર અભિવાદન કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જાંબાઝ પોલિસ જવાનોનો જુસ્સો વધારતા પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યની છાપ એક શાંતિપ્રિય રાજ્ય તરીકે પ્રખ્યાત છે.

ગુજરાત પોલીસની ચાંપતી નજર, સક્રિયતા તથા આધુનિક ટેકનોલોજીના કારણે ગુના બન્યા પછી તે ઝડપથી ઉકેલાઇ જાય છે. અપરાધીઓને સાંખી ન લેવાના મિજાજથી ગુજરાત પોલિસનો ભારતભરમાં દબદબો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી ભારતની એકમાત્ર અને સર્વપ્રથમ રક્ષાશક્તિ યુનિવર્સિટી સાકાર થઇ છે. રાજ્યની શાંતિ, સુખાકારી અને સલામતીની જવાબદારી નિભાવતા પોલિસતંત્રમાં આ સરકારે મોટા પાયે ભરતી કરી છે. સાયબર ક્રાઈમમાં થઇ રહેલા ઉત્તરોત્તર વધારાને કારણે પોલિસતંત્રને ડિજીટલ બનાવવા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Image may contain: one or more people, people standing and indoor

પાછલા થોડા સમયમાં જૂનાગઢ, કડી, સુરત, અમદાવાદ વગેરે શહેરોમાં થયેલા ચોરી, લૂંટ, હત્યાના કેસોને ગણતરીના કલાકોમાં ઉકેલીને ગુજરાત પોલિસે ગુનેગારોમાં ધાક બેસાડી છે. પરિણામે ગુનેગારોમાં પોલિસનો ફફડાટ ફેલાયો છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ગર્વભેર કહ્યું કે, રાજ્ય સરકારની પ્રોત્સાહક અને હકારાત્મક નીતિઓના પરિણામે ગુનાખોરી ડામવામાં ગુજરાત રાજ્ય અને ગુજરાત પોલીસ હંમેશા અગ્રેસર રહ્યાં છે. રૂપાણીએ પોલિસના સન્માનના કિસ્સા જૂજ બનતા હોવાનું જણાવી પોલિસકર્મીઓના સન્માન અને પ્રોત્સાહનથી પોલિસનું મનોબળ મજબૂત થવાની સાથે તેમને જુસ્સાભેર કાર્ય કરવાનું બળ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય, શિક્ષણ તથા સેવાકીય ક્ષેત્રે આગવું પ્રદાન કરતા સુરત ડાયમંડ એસોસિએશન અને સુરત પોલિસની સમગ્ર ટીમને અભિનંદન આપી ઉત્તમ કામગીરી બદલ બિરદાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત ૧૪ માર્ચના રોજ સુરત કતારગામ વિસ્તારમાં પાંચ લૂંટારૃઓએ ગ્લોસ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારી ઉપર હુમલો કરી અંદાજીત રૂ.૨૦ કરોડના હીરાની લૂંટ કરી હતી, જેનો સુરત ની બાહોશ પોલિસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાંખીને લૂંટમાં સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. ઉપરાંત ગત ૨૬ માર્ચે પણ સુરત ક્રાઇમ બ્રાંચે ઉત્તરપ્રદેશના મેરઠ અને મુઝફ્ફરપુર જિલ્લામાંથી વધુ છ લૂંટારૂની ધરપકડ કરી હતી. જેના પગલે સમગ્ર ગુજરાતમાં સુરત પોલિસની વાહવાહી થઇ હતી. પોલિસની ઉત્તમ કામગીરીની નોંધ લેતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કેસ સાથે સંકળાયેલા પોલિસકર્મીઓ અધિકારીઓને રૂ.૧૦ લાખના ઇનામની પ્રોત્સાહક જાહેરાત કરી હતી. આ વેળાએ મુખ્યમંત્રીએ સુરત પોલીસની પ્રશસ્ય પહેલ એવી ગુનેગારોના ગુનાહિત માનસને
સુધારવા માટેના ‘સમર્થ પ્રોજેક્ટ’નું લોન્ચિંગ કરી ‘સમર્થ’ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.

Image may contain: 1 person, crowd and indoor

error: Content is protected !!