દિવાળીના તહેવારને ધ્યાને લઈને સુરત એસટી વિભાગનો મહત્વનો નિર્ણય, સૌરાષ્ટ્ર તરફ 500 એકસ્ટ્રા બસ દોડાવાશે

સુરતઃ દિવાળીના તહેવારને ધ્યાને લઈને સુરત એસટી વિભાગે દિવાળી દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર તરફ 500 એકસ્ટ્રા બસ દોડવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના પરિવારો તેમજ ખાસ કરીને રત્નકલાકારોમાં આનંદ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે, તહેવારોની સીઝનમાં ખાનગી બસ દ્વારા બેફામ રીતે ટિકિટ દરો ઉઘરાવવામાં આવતા હોય છે. જેને લઈને કેટલીકવાર લોકો પોતાના વતનમાં કઈ રીતે જવું તે વિચારતા થઇ જતા હોય છે. ત્યારે વધુ સંખ્યામાં એસટી બસ દોડાવવાના નિર્ણયને લોકોએ આવકાર્યો છે. આ સાથે જ ખાનગી બસમાં ઉઘરાવવામાં આવતા મોટા ટિકિટ દરો પર લગામ લાગે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સુરત એસટી વિભાગ દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જેમાં 55થી વધુ મુસાફરોએ બુકીંગ કરાવ્યું હશે તો તેમની સોસાયટી પર જ બસ લઇ જવામાં આવશે એટલે કે મુસાફરો પોતાની સોસાયટી નજીકથી જ બસમાં બેસી પોતાના વતનમાં જય શકશે, તેઓને એસટી સ્ટેશન જવાની જરૂર રહેશે નહીં.આ આયોજન દિવાળીથી લઈ લાભપાંચમ સુધી 6 દિવસ સુધી કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં એસટી વિભાગ દ્વારા 3 થી 12 નવેમ્બર સુધી અને સુરતમાં આગામી 3 થી 6 નવેમ્બર સુધી આ સેવા ચાલુ રહેશે. નોંધનીય છે કે, સુરતમાં 40 ટકાથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ દિવાળીના તહેવાર દરમિયાન માદરે વતન જતાં હોય છે. પરંતુ ખાનગી બસ ચાલકોના બેફામ ભાડા વધારા અને મનમાનીના કારણે હાલાકી ભોગવતા હોય છે. ત્યારે આ વખતે તહેવારોની માજા માણવા વતન જવા માગતા મુસાફરોને આ બસ સર્વિસ મહદ અંશે રાહત પહોંચાડશે.

error: Content is protected !!