ભારત-પાક સરહદ નજીક બી.એસ.એફ.ના ભેળિયા બેટ પોસ્ટમાં 2 કરોડના ખર્ચે ભવ્ય હનુમાન મંદિરનું નિર્માણ કરાશે

ભુજ: રાષ્ટ્રભાવનાના પ્રેરણાસ્ત્રોત એવા બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની કોઇપણ જરૂરિયાત પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના ભેળિયા બેટ ખાતે સ્વામિનારાયણ સંસ્થા, ભુજ દ્વારા રૂ. 2 કોડના ખર્ચે હનુમાનજી મંદિરના પુન:નિર્માણના શિલાન્યાસ પ્રસંગે કહ્યું હતું.

સરહદ પર કોઇપણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતા સૈનિકોને દાતાઓ દ્વારા એર કુલર અને વોટર કુલર સૈનિકોને પ્રદાન કરવામાં આવતા રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર સૈનિકોને જરૂરી તમામ મદદ કરવા પ્રતિબદ્ધ છે.

સ્વામિનારાયણ જેવી ધાર્મિક સંસ્થાઓ શિક્ષણ તેમજ અનેક સેવાભાવી સામાજિક કાર્યો કરતી હોય ત્યાગ, બલિદાન અને સમર્પણ થકી રાષ્ટ્રભાવના ઉજવળ કરતા બોર્ડર સિક્યોરિટી દળના સૈનિકો માંથી પ્રેરણા મળે અને દેશ માટે ગુજરાતના યુવાનો સૈન્યમાં જોડાય તે માટે મુખ્યમંત્રી એ સરહદ પરના ગામોમાં સૈનિક શાળાઓ ખોલવા વિચાર વ્યક્ત કર્યો હતો. જેના માટે રાજ્ય સરકાર જમીન આપશે.

આ તકે મુખ્યમંત્રી એ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાનની માહિતી આપતા કહ્યું હતું કે અનેક નાના મોટા તળાવો અને નદીઓમાં ઊંડાણ કરી ૧૧ હજાર લાખ ઘન ફૂટ માટી કાઢી તેટલીજ નવી જળરાશી સંગ્રહ કરી પાણીની સમસ્યાનો વર્ષાદના પ્રારંભે જ ઉકેલ લાવવામાં આવશે. આ તકે મુખ્યમંત્રી એ દેશ-વિદેશમાં વસતા કચ્છીઓને જળ સંચય અભિયાનમાં લોકભાગીદારીથી જોડાઈ પાણીદાર કચ્છ બનવવા અપીલ કરી હતી તેમજ વિજયએ કચ્છ ખાતે ગંભીર અક્સ્મ્તાતમાં મૃતકોના બન્ને પરિવારને કુલ રૂ. ૧૫ લાખની સહાય જાહેર કરી હતી.

બી.સે.એફ. ના આઈ.જી. અજયકુમાર તોમરે કહ્યું હતું કે, મુખ્યમંત્રી એ દોઢ વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં સીમા દર્શનની શરૂઆત કરાયા બાદ ૩ લાખ લોકોએ મુલાકાત લીધલી છે. કચ્છની સરહદ પર જવાનો ૩૬૫ દિવસ પહેરો ભરીને સુરક્ષા કરે છે જ્યાં પશુ પક્ષી કે લોકો જોવા મળતા નથી ત્યારે હનુમાનજીનું મંદિર નિર્માણ પામશે ત્યારે અનેક લોકો મુલાકાત લેશે તેમજ જવાનો સાથે સોહાર્દ્પૂર્ણ વાતાવરણ ઉભું થશે.

error: Content is protected !!