મોતી પાક

સામગ્રી :

કાજુ ૨૫૦ ગ્રામ,
એલચી ૬ નંગ,
ખાંડ ૩૦૦ ગ્રામ,
ચાંદીના વરખ ૧-૨
માવો ૧૨૫ ગ્રામ,
દળેલી ખાંડ ૧૦૦ ગ્રામ,
ઘી ૪૦૦ ગ્રામ,
કેસર થોડું

બનાવવાની વિધિ :

પહેલાં તો કાજુના ટુકડા કરી તેનો ચૂરો બનાવી લો. પછી એક તપેલીમાં તેને નાંખો અને બુંદી પડે તેવું ખીરું બનાવો. કડાઇમાં ઘી ગરમ કરો. તેની પર ઝારો રાખીને ખીરું રેડો. કડાઇમાં સીધી બુંદી પાડો અને તેને તળી લો. ત્‍યારબાદ ખાંડમાં તે ડૂબે તેટલું પાણી નાંખીને તેની બે તારની ચાસણી બનાવો. તેમાં એલચી-કેસર પણ ભેળવી દો. આખી ચાસણી બુંદી તળતા પહેલા જ તૈયાર રાખવી. તળેલી બુંદીને ચાસણીમાં ૨-૩ મિનિટ રહેવા દો. પછી થાળીમાં બુંદી ઢાળો. તેની પર શેકેલો માવો ઢાળો. ફરી બુંદી ઢાળો અને દબાવી દો. તેની પર ચાંદીના વરખ, ગુલાબ પાંખડી લગાવો. ટુકડા કરીને પીરસી દો.

error: Content is protected !!