બદામ પાક

સામગ્રી :

બદામ ૨૫૦ ગ્રામ,
ઘી ૨૦૦ ગ્રામ,
માવો૧૦૦ ગ્રામ,
જાવંત્રી ૫ ગ્રામ,
મુગલાઇ બેદાણા,
૪૦ ગ્રામ કેસર,
૧ ગ્રામ એલચી,
જાયફળ ૫-૫ ગ્રામ
વાંસકપુર ૫ ગ્રામ,
કમરકાકડી (ગર્ભ) ૨૫ ગ્રામ,
આતુજતિ ૨૦ ગ્રામ,
ખાંડ ૧ – ૨૨૫ કિ. ગ્રામ
બનાવવાની વિધિ :

પ્રથમ તો નવશેકા પાણીમાં બદામને ૧૫ મિનિટ સુધી પલાળી રાખી. ત્‍યાર બાદ તેનાં ફોતરાં દૂર કરીને તેને થોડીવાર સૂકવી દો. અને તેનો ચૂરો કે પાઉડર કરી લો. કડાઇમાં ઘી નાખીને તેને શેકી લો. ખાંડની દોઢ કે બે તારની ચાસણી બનાવી લો. તેમાં શેકેલો બદામચૂરો અને માવાનું ખમણ નાંખી દો, અને હલાવતાં રહો. તાપ ધીમો રાખવો. તે ઘટ્ટ થવા આવે ત્‍યારે તેમાં કેસર સિવાયનાં વસાણાંનો પાઉડર કરીને ભેળવી દો. જયારે કેસર દૂધમાં ઘોળીને ઘૂંટીને ભેળવી દો. બધું એકરસ બનાવો. તેમાં જરૂર જણાય તો ઘી નાંખવું અને તેને ઘી લગાવેલી થાળીમાં ઢાળી દો. તે ઠંડું પડતાં તેના કાપા પાડીને ડબામાં ભરી લો. તે તન-મન ને માટે ઉત્તમ પાક છે.

error: Content is protected !!