આંબળા પાક

સામગ્રી:

તાજાં આંબળા  ૫૦૦ ગ્રામ
બદામ – પીસ્‍તા ૭૫ ગ્રામ,
ખાંડ ૭૦૦ ગ્રામ,
કેસર ૩ તાર,
ઘી ૫૦ ગ્રામ,
ચારોળી ૨૫ ગ્રામ,
ચાંદીના વરખ થોડા
એલચી ૭ નંગ
સૂંઠ ૫ ગ્રામ,
તજ- લવિંગ ૪-૪ નંગ
સફેદ મરી ૫ ગ્રામ,
વાંસકપૂર ૫ ગ્રામ

બનાવવાની વિધિ :

તાજાં આંબળા પસંદ કરીને ધોઇ લો. તેમાં વાંસની સળી વડે કાણાં પાડી લો. અને ચૂનાના પાણીમાં એક રાત માટે ડુબાડી રાખો. બીજા દિવસે સ્‍વચ્‍છ પાણી વડે આંબળાં ધોઇ નાંખવાં અને તેમાં પ્રમાણસર પાણી નાંખીને ધીમા તાપે તેને બાફી લો. અધકચરાં બફાતાં તેને ખમણી લેવાં. ત્‍યાર બાદ તેમાં દળેલી ખાંડ નાંખીને તાપ પર રાખો. ઘટ્ટ થાવ આવે ત્‍યારે ઘી નાંખો અને ઉપરના બધા મસાલા પાઉડર નાખો. કેસરને દૂધમાં ઘૂંટીને નાંખવું જયારે સૂકા મેવા – બદામ – પિસ્‍તા – ચારોળીનો કરકરો એવો ચૂરો કરીને નાંખો. બધું સરખી રીતે હલાવો. એલચી પાઉડર પણ નાંખી દો. અને હલાવીને ઘી લગાવેલી થાળીમાં તેને ઢાળી દો. ઠંડું પડયા બાદ તેના પર ચાંદીના વરખ લગાડી દો. પછી કાપા પાડીને પીરસી દો.

error: Content is protected !!