મગફળી પાક

સામગ્રી :

મગફળી દાણા ૫૦૦ ગ્રામ,
પીળો રંગ થોડો,
ખાંડ ૩૭૫ ગ્રામ,
એલચી ૫ ગ્રામ,
ઘી ૧૫ ગ્રામ.

બનાવવાની વિધિ :

પ્રથમ તો એક કડાઇમાં મગફળી દાણાને શેકી લો. તે વધુ પડતાં બળી જવા ન જોઇએ. તે શેકાઇને ઠંડા થયા બાદ મસળીને ફોતરાં ઉતારી લો અને સાવ સફેદ દાણા રહે તેનો મિક્સર વડે ચૂરો કે પાઉડર કરી લો.  ત્‍યારબાદ કડાઇમાં ખાંડ અને પાણી નાંખો. જો ચાસણી કાળાશ પડતી જણાય તો તેમાં થોડા દૂધ વડે મેલ અલગ કાઢી લો. બે તારની ચાસણી તૈયાર થઇ ગયા બાદ તેમાં પીળો રંગ નાંખો. એલચી પાઉડર અને મગફળીનો ચૂરો પણ નાંખી દો. જરૂર જણાય તો ઘી પણ નાખો. તે ઘટ્ટ થાવ આવે ત્‍યારે ઘી વાળી થાળીમાં ઢાળી દો. ઠંડું પડતાં કાપા પાડીને ડબ્‍બામાં ભરી લો. તે ઉત્તમ ટોનીક પાક છે.

error: Content is protected !!