સાણંદમાં તાઇવાનની ટાયર ઉત્પાદક કંપની મેક્સીસના પ્લાન્ટનું ઉદ્ઘાટન

સાણંદ, દેશગુજરાત: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે (8 માર્ચ, ગુરુવારે) તાઇવાનના ટાયર ઉત્પાદક મેક્સીસના ભારતમાં પ્રથમ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટ 106 એકર વિસ્તામાં ફેલાયેલો છે.  મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2015ના વર્ષમાં આ પ્લાન્ટ માટે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રૂ. 2640 કરોડના રોકાણ સાથે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 600 જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. પાંચ વર્ષમાં તે સંપૂર્ણપણે કાર્યરત થઈ જાય  એટલે આ પ્લાન્ટ 3000 કર્મચારીઓને રોજગારી આપવા માટે સક્ષમ થઇ જશે.

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના એમઓયુ પર શંકા કરનાર માટે આ એક પ્રત્યુત્તર સમાન છે. 180 દેશોમાં ફેલાયેલી મેક્સીસ કંપનીને ટાયર ઉદ્યોગમાં અંદાજે 50 વર્ષથી વધુનો અનુભવ છે.  મેક્સીસ વૈશ્વિક ટાયર ઉદ્યોગમાં નવમાં ક્રમે છે. પરંતુ ટુ-વ્હીલરના ટાયર નિર્માણમાં તેને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે.

error: Content is protected !!