ટાટા મોટર્સે સાણંદ પ્લાન્ટમાં લાંબા સમયથી ચાલતા વેતન અંગેના પ્રશ્ને સમાધાન સાધ્યું

સાણંદ, દેશગુજરાતઃ ટાટા મોટર્સે આજે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે લાંબા સમયથી ટાટા મોટર્સ સાણંદ યુનિયન અને ટાટા મોટર્સ વચ્ચે ચાલતો વેતન સમાધાનનો મુદ્દો સહ-સંમતીથી ઉકેલાયો છે અને બંન્ને પક્ષે ૫ વર્ષ માટે કરાર કર્યા છે જે ઓક્ટોબર ૨૦૧૫ થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લાગુ રહેશે.

સમાધાન અનુસાર કુલ રૂ. ૧૬,૦૦૦ વેતન આપવામાં આવ્યું છે જેને એકસરખી રીતે એલટીએસ ટર્મમાં વહેંચવામાં આવશે. વધારામાં, કંપનીએ પર્ફોમન્સ આધારીત ચુકવણીની ફોર્મ્યુલા પણ રજૂ કરી છે, જે કુલ પગારના ૧૦ ટકા ને પાત્ર છે અને તેને પ્રોડક્ટીવીટી, ક્વાલીટી અને સેફ્ટી સાથે જાડવામાં આવશે. પર્ફોમન્સનું આ નવું માપદંડ કામદારો દ્વારા ખૂબ સારી રીતે સ્વીકારવામાં આવ્યું છે. વાર્ષિક બોનસ પર્ફોમન્સ સાથે જોડવામાં આવ્યું છે જેમાં દરેક કાયમી કામદારો પણ સમંત થયા છે.

વધુમાં, બીજા ફાયદાઓ જેવા કે પરિવહન અને કેન્ટીન સુવિધા તથા બીજી ઘણી સુવિધાઓ, જેમ કે રજાના નિયમોની તર્કસંગતતા અને વર્ષમાં ૨૪ દિવસના બ્લોક બંધ દિવસો પણ સહસંમતીથી નક્કી કરવામાં આવ્યા છે.

ચીફ હ્યુમન રીસોર્સ ઓફીસર, શ્રી ગજેન્દ્ર ચંડેલ કહે છે કે “ટાટા મોટર્સ કામદારો અને તેના આંતરીક યુનીયનો સાથે સૌમ્ય સંબંધો ધરાવે છે. અમે એલટીએસ મુદ્દાને ઉકેલવા પ્રયત્ન કર્યો હતો અને આજે અમે ૩⁄૪ુશ છીએ કે અમે લાંબા ગાળા માટે આ મુદ્દાનો ઉકેલ લાવ્યા છે, અને અમારા ધંધાની સ્પર્ધાત્મક પ્રવૃતિઓને એક તરફ જાળવી છે અને બીજી તરફ અમારા શોપ-ફ્લોર સહકર્મીઓનું ધ્યાન રાખ્યું છે. હું દરેક કર્મચારીઓનો અવિરત સાથ આપવા બદલ તેમનો આભાર માનું છુ. તેઓએ ખૂબ જ સહકાર આપ્યો છે અને હંમેશા કંપની સાથે રહ્યાં છે. વધુમાં, હાલમાં જે યુનિયન બન્યું છે, તે ખૂબ જ સહકાર આપનારું છે.. ટાટાના સંસ્કારોને ધ્યાનમાં રાખીને, હું દરેકને વ્યક્તિગત રીતે વિનંતી કરું છું કે તેઓ આ વ્શવસ્થાને અનુસરે.”

error: Content is protected !!