પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપી બનાવવા થઇ રહ્યો છે ટેકનોલોજીનો ઉપયોગ

બનાસકાંઠા, દેશગુજરાત: ભારે વરસાદ બાદ બનાસકાંઠા, પાટણ સહિતના  વિસ્તારમાં આવેલા વિનાશક પૂરમાં જાનમાલને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પૂરના પાણીથી જમીન ધોવાણ, અને પાકના નુકસાન અંગે કરવામાં આવતી સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્થાનિક સ્ટાફ ઉપરાંત વિવિધ જિલ્લાના અધિકારીઓને પણ દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ સર્વેની કામગીરીને ઝડપથી પાર પાડવા માટે ટેગીંગ અને ડ્રોન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.નુકસાન થયેલા વિસ્તારના અક્ષાંસ-રેખાંશ સાથે મલ્ટી લોકેશનના ટેગીંગ દ્વારા ફોટોગ્રાફ્સ મેળવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ડ્રોન મારફતે વધુ જમીન ધોવાણ થયું હોય તેવા વિસ્તારોની એરિયલ ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!