રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સરેરાશ તાપમાન રહેશે 42-43 ડીગ્રી પર

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં ધોમધખતા તાપને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાન 42-43 ડીગ્રી પર યથાવત રહેશે.

પવનની દિશા બદલાતા ગુજરાતનાં તાપમાનમાં  વધારો થયો છે. આ સાથે સૌરાષ્ટ્રમાં ગરમી વધવાની શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે. પવનની દિશામાં ફેરફાર થતાં વાતાવરણ વધુ ગરમ બનશે.

 

error: Content is protected !!