લાલ કિલ્લા પર હુમલો કરનાર આતંકવાદીને 17 વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા: ગુજરાત એટીએસ અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશન

નવી દિલ્હી: 22 ડિસેમ્બર 2000માં આતંકવાદીઓએ દિલ્હીના લાલકિલ્લામાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતુ. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા અને એક નાગરિકનું મૃત્યુ થયુ હતુ. આ હુમલાના 17 વર્ષ બાદ એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. દિલ્હી પોલીસે અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓરેશનમાં હુમલામાં સામેલ હોવાના શંકમંદ વ્યક્તિની ધરપકડ કરી છે.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતની એટીએસએ દિલ્હી પોલીસને માહિતી આપી હતી કે બિલાલ અહેમદ કાવા શ્રીનગરથી દિલ્હી આવી રહ્યો છે. તેને આ મામલામાં ભાગેડુ જાહેર કરાયો હતો. જે અંતર્ગત કાવાની બુધવારે સાંજે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પીએસઆઈ કુશવાહે કહ્યું કે, કાવાની સાંજે લગભગ છ વાગે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્યારે પણ બિલાલની તપાસ કરી હતી. બિલાલ લાંબા સમયથી કાશ્મીરમાં છુપાયો હતો. ગુજરાત પોલીસ તેની પર નજર રાખેલા જ હતા. બુધવારે પોલીસને જેવી જ માહિતી મળી કે, બિલાલ શ્રીનગરથી દિલ્હી આવી રહ્યો છે. આ વાતની માહિતી તરત જ દિલ્હી પોલીસને આપવામાં આવી. દિલ્હી પોલીસે સાંજે 6 વાગે એરપોર્ટ પર બિલાલની ધરપકડ કરી. 37 વર્ષીય બિલાલ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાનો સભ્ય હોવાનું કહેવાઈ રહ્યું છે.
View image on Twitter
                                                                                 બિલાલ અહેમદ કાવાની તસવીર

error: Content is protected !!