અમદાવાદમાં રૂ. 275 કરોડના ખર્ચે આકાર લેનાર એક્વેટિકસ અને રોબોટિક્સ ગેલેરીનું ખાતમૂહુર્ત કરાયું

અમદાવાદ: અમદાવાદ સાયન્સ સિટીમાં રાજ્ય સરકારનાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા રૂ. 275 કરોડ ના ખર્ચે નિર્માણ પામનાર રોબોટિક્સ અને એક્વેટિક ગેલેરીનું શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત કરાયું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં સૌપ્રથમ રોબોટિક્સ અને એક્વેટિકસ ગેલેરીઓનું નિર્માણ કરવામાં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. આ ગેલેરીઓના નિર્માણથી સાયન્સ, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે વિશ્વ કક્ષાની ગેલેરી તરીકે ગુજરાત ઉભરી આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભાવિ પેઢીને ખુબ જ ઉપયોગી નીવડે તેવી ટેકનોલોજી સાથે ગુજરાતના યુવાનો કદમ મિલાવી શકે તેવી વર્લ્ડ ક્લાસ ગેલેરીઓના નિર્માણથી ગુજરાતનું યુવાધનનો સાયન્સ ક્ષેત્રે વિકાસ કરી ભવિષ્યના નવા ભારતના નિર્માણમાં સાયન્સ સિટીના આ બે પ્રોજેક્ટ ખુબ જ ઉપયોગી સાબિત થશે.

નૂતનવર્ષની શુભકામનાનો પાઠવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રોબોટિક્સ ગેલેરીમાં કરતાં અને કામ કરતાં 55 પ્રકારના અલગ રોબોટ્સ હશે કે 11 ગેલેરીઓ નિર્માણ થશે. જયારે એકેવટિક ગેલેરીમાં 40 લાખ લીટરના પાણીના સ્ટોરેજ સાથેનું એક્વેટિક ગેલેરીનું નિર્માણ થશે જે દરિયાઇ, મીઠા પાણી અને ભાભર પાણીની જીવસૃષ્ટિનો અનોખા અનુભવની આપ લે કરીને માહિતી અને જ્ઞાનથી સમૃદ્ધ થશે.

વધુમાં કહ્યું હતું કે, ગુજરાત મોડેલને સમગ્ર દેશે સ્વીકાર્યું છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય ઇકોનોમી અને બેકિંગ સેવા દ્વારા નવું મોડેલ ઉભું કર્યું છે. મહાત્મા મંદિર, રિવરફ્રન્ટ, સોલારપાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટ ગુજરાતે હાથ ધર્યા છે. સાસણ ગીર પછી બીજો સફારીપાર્ક ધારી પાસે ખુલ્લો મુક્યો છે તેની વિસ્તૃત વિગતો આપી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની યુવાપેઢી ટેકનોલોજી અને સ્પેસ સહિતના પડકારોને ઝીલીને વિશ્વની સાયન્સ અને ટેકનોલોજીના નવા આયામો સાથે અનુભવ મેળવી તાદાત્મ્ય કેળવશે.રોબોટિકસ ગેલેરી ભવિષ્યના વિજ્ઞાન ઉપર આધારિત હશે. જેમાં નવીનીકરણ, સર્જનાત્મકતા અને સમસ્યાના ઉકેલ માટે રોબોટનો ઉપયોગ થશે. જાતે કરી શકાય તેવા નિદર્શનો અને વિચારશક્તિને એરણે ચડાવે તેવા વિવિધ પ્રકારના રોબોટ સાથે રૂબરૂ કરીને આ સૂચિત ગેલેરી યુવાપેઢીને મશનોની દુનિયામાં બે ડગલાં આગળનું વિચારવા પ્રેરણા પુરી પાડશે. રૂપાણીએ એકવેટિક અને રોબોટીનું હાઈડ્રોલીક થ્રી ડી મોડેલને ખૂલ્લું મુક્યું હતું અને રાજ્યની છ શૈક્ષણિક સંસ્થાઓને સુપર કમ્પ્યુટરના શુભેચ્છાપત્રો અર્પણ કાર્ય હતા.

સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે, નવી દિશા સાથે ડિજીટલ યુગમાં ગુજરાત આગળ વધ્યું છે. આ ગેલેરીમાં ઇસરો, ડીઆરડીઓ, બીએઆરસી જેવી સંસ્થાઓએ આપણાં દેશમાં બનાવેલાં રોબોટ દર્શાવવા માંટેની ખાસ જગ્યા સુનિશ્ચિત કરી છે. આ ગેલેરીઓ દ્વારા વિદ્યાર્થીઓને રોબોટ બનાવવાની તાલીમ મળશે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ.ડી.વોરાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સાયન્સ સિટીના અધિકારી નરોત્તમ સાહુ સહિત વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાયન્સ સિટીએ “મેસર્સ અર્નેસ્ટ એન્ડ યંગ એલએલપી “ એજન્સી તરીકે રોક્યા છે. મેસર્સ ટાટા કન્સલ્ટીંગ એન્જિનીયર્સ લિમિટેડ ડિઝાઇન અને ટેક્નિકલ એજન્સી તરીકે પસંદગી કર્યાં છે. જે ગેલેરીની સંપુર્ણ વિગતો સાથેની ડિઝાઈન પૂરી પાડશે. મેસર્સ ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ લિમિટેડ અને એન્જિનિયરિંગ સર્વિસ ઇન્ટરનેશનલને સંયુક્તરૂપે કન્સ્ટ્રકશન અને. મેઇટેનેન્સ એજન્સી તરીકે રોકેલ છે.જે બે વર્ષના સમયગાળામાં આ ગેલેરીનું બાંધકામ કરશે.

error: Content is protected !!