ટ્રિપલ તલાક પર તૈયાર કરાયેલું બિલ મુસ્લિમ પર્સનલ લો બોર્ડને નામંજૂર, કરી સુધારાની માંગ

નવી દિલ્હી: ઓલ ઇન્ડિ્યા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી)એ ટ્રિપલ તલાક પર કેન્દ્ર સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલા બિલને નામંજૂર કરી દીધું છે. માહિતી પ્રમાણે એઆઈએમપીએલબીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ટ્રિપલ તલાક પર તૈયાર કરાયેલા બિલને પરત ખેંચી લેવામાં આવે અને એમાં સુધારો કર્યા પછી ફરી રજૂ કરવામાં આવે. બોર્ડની દલીલ છે કે કેન્દ્ર સરકારના પ્રવર્તમાન બિલથી અનેક પરિવાર બરબાદ થઈ જશે અને આ બિલ સંવિધાન વિરોધ અને શરિયતની વિરૂદ્ધ છે.

એઆઈએમપીએલબીની લખનૌમાં મળેલી ખાસ બેઠકમાં અધ્યક્ષ સજ્જાદ નોમાનીએ કહ્યું છે કે ‘કેન્દ્ર સરકારે હાલનું બિલ તૈયાર કરતી વખતે જરૂરી પ્રક્રિયાની અવગણના કરી છે તેમજ કોઈ પક્ષકારનો મત લેવામાં આવ્યો નથી. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે આ બિલને પરત ખેંચે અને નવું બિલ તૈયાર કરાવે. હાલનું બિલ કાનૂની અપરાધ જેવુ હોવાથી મહિલાઓની આઝાદી પણ પ્રભાવિત થશે. જો સરકાર આ બીલ પરત નહીં ખેંચે તો આખા દેશમાં એનો વિરોધ કરવામાં આવશે.’

આ મામલે પ્રમુખ મુસ્લિમ મહિલા કાર્યકરોનો દાવો છે કે, જ્યાં સુધી નવા બિલમાં નિકાહ હલાલા, બહુવિવાહ અને બાળકોના સંરક્ષણ જેવા મુદ્દાઓનો સમાવેશ  નહીં કરવામાં આવે ત્યાં સુધી મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવાનો ઇરાદો પુરો નહીં થાય. નોંધનીય છે કે, સંસદના શિયાળુ સત્રમાં આ બિલને રજૂ કરવામાં આવે એવી સંભાવના છે.

error: Content is protected !!