બુલેટ ટ્રેનની શરૂઆત બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતનો જીડીપી વધશે: દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ: મુંબઈ અને અમદાવાદ વચ્ચેની સૂચિત બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત ગુરુવારે અમદાવાદમાં કરવામાં આવ્યું છે. હવે બુલેટ ટ્રેનનો શુભારંભનો કાર્યક્રમ મુંબઈમાં યોજવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપું છું, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે.

ફડણવીસે વધુમાં કહ્યું હતું કે, બુલેટ ટ્રેનને કારણે રોજગારીની નવી તકો ઊભી થશે અને બન્ને રાજ્યોના જીડીપીમાં પણ વધારો થશે. જાપાન પાસેથી બુલેટ ટ્રેન સહિત મહારાષ્ટ્રમાં મુંબઈ મેટ્રો અને મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક માટે 30,000 કરોડ રૂપિયા જેટલું ધિરાણ પ્રાપ્ત થયું છે.

error: Content is protected !!