ઓખી વાવાઝોડાને કારણે ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર ચૂકવાશે: રૂપાણી

ગાંધીનગર: ઓખી વાવાઝોડાની અસરને કારણે ખેતરમાં લહેરાતો ઉભો પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. શિયાળાની ઋતુમાં સતત બે દિવસ સુધી વરસાદી વાતાવરણ છવાઈ રહેતા ચિંતામાં મૂકાયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, ઓખી વાવાઝોડાને કારણે ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવામાં આવશે.

રૂપાણી બુધવારે રાજકોટમાં રેલી યોજીને ચૂંટણી પ્રચાર કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,  ઓખી વાવાઝોડાની ઘાત હવે ટળી ગઈ છે. પંરતુ ઓખીથી ખેડૂતોને જે નુકશાન થયું છે તેમનું તેમને વળતર આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઓખી વાવાઝોડાને લઈને વાતાવરણમાં અચાનક પલટાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાની થઈ હતી. હાલ ખેતરમાં ઘઉં, જીરું, ધાણા અને કપાસનો પાક છે. આ કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકસાની થશે. વાદળછાયા વાતાવરણને કારણે સૌરાષ્ટ્રમાં જીરા અને કોથમીરના પાકને નુકસાન પહોંચશે. વરસાદને કારણે કપાસ પીળો પડી જાય છે. ઉત્તર ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થાય તેવી શકયતાઓ છે. કમોસમી વરસાદથી શિયાળાના કારેલા, દૂધી, જેવા પાકને નુકસાન થઈ શકે છે. આ સિવાય ટામેટા, મરચાં, રિંગણ વગેરેના પાકને પણ અસર થશે.

error: Content is protected !!