૧૪ ધારાસભ્યો કોંગ્રેસથી દૂર થવાથી રાજયમાં કોંગ્રેસ તૂટી છે: ભરત પંડ્યા

ગાંધીનગર, દેશગુજરાત:

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત  પંડયાએ આજે જણાવ્યું હતું કે, ભાજપ બે સીટ પર જીત્યું છે અને કોંગ્રેસના અહેમદ પટેલની સીટ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસની આંતરીક જૂથબંધી અને કોંગ્રેસના નેતૃત્વ પર કોંગ્રેસના ધારાસભ્યોને અવિશ્વાસ હતો. અહેમદ પટેલને ૧૭ મતો વધુ મળે તેવું કોંગ્રેસનું ગણિત ખોટું પડયું.તેની જગ્યાએ તેઓ માત્ર અડધા મતથી આગળ રહ્યાં છે. તેની સામે અમારા રાજયસભાના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત કાનૂની લડાઈ લડશે. કોંગ્રેસે રાજયસભાની ચૂંટણીમાં માત્રને માત્ર ભાજપને અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસે રાજયસભાની ચૂંટણીમાં શંકરસિંહજી વાઘેલા જેવા માસ લીડર ગુમાવ્યા છે.જે આગામી સમયમાં કોંગ્રેસને ખૂબ જ ભારે પડશે. ૧૪ ધારાસભ્યો એટલે (૨૫ ટકા) કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસથી દૂર થવાથી રાજયમાં કોંગ્રેસ ટૂટી છે. જેનાથી આગામી સમયમાં કોંગ્રેસની ખૂબ જ મોટું નુકશાન થશે. એક હકીકત છે કે, રાજયમાં ૧૪ બેઠકો પર કોંગ્રેસનો જનાધાર ઘટ્યો છે.

error: Content is protected !!