ફરજ દરમિયાન મૃત્‍યુ પામનાર કર્મચારી કે કાયમી અશકતતા અંગે વારસદારને રહેમરાહે નોકરી અપાશે

ગાંધીનગર:  રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કામ કરતા સફાઇ કર્મચારીઓ માટે રાજય સરકારે મહત્‍વનો નિર્ણય કર્યો છે. મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓનું ફરજ દરમિયાન મૃત્‍યુ કે કાયમી અસમર્થ બને તો તેવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા રહેમરાહે નોકરી અપાશે, તેમ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું.

નાયબ મુખ્‍યમંત્રીએ ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓનું ફરજ દરમિયાન મૃત્‍યુ થાય ત્‍યારે તેના વારસદારોને જીવન નિર્વાહ માટે તકલીફ ન પડે તે માટે આ નિર્ણય કર્યો છે. મહાનગર પાલિકાઓમાં જો વારસદાર નોકરીના બદલે જો રોકડ સહાયની માંગણી કરે તો મહાનગરપાલિકા સહાય આપી શકશે. પરંતુ પછી તેના વારસદારને આ હકક મુજબ નોકરી મળશે નહીં.

રાજયની નગરપાલિકાઓમાં જગ્‍યા પર ફરજ બજાવતા કાયમી સફાઇ કર્મચારીઓ અશકતતા કે માંદગીના કારણોસર કે અન્‍ય અસામાન્‍ય કારણોને લીધે ફરજો બજાવી શકે તેમ ન હોય, અશકતતા/માંદગીના કારણે નોકરી કરવા અસમર્થ બને તેવા કિસ્‍સાઓમાં રહેમરાહે નોકરી આપવામાં આવશે, તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે શહેરી વિકાસ વિભાગે આ માટે ૪૮ % મહેકમ ખર્ચની જે મર્યાદા હતી તે સફાઇ કામદારોની ભરતી કરવા માટે કેટલીક શરતો સાથે રદ કરી છે જેથી હવે રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા માટે નગરપાલિકાને વધુ સત્તા મળશે.

error: Content is protected !!