માલ સામાન કે સેવા આપનાર અને લેનાર બંનેએ ફરજિયાત બિલ આપવું અને ફરજિયાત મેળવવું

ગાંધીનગર, દેશગુજરાત: પહેલી જુલાઇ ૨૦૧૭ થી સમગ્ર દેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)ના કાયદાનું અમલીકરણ કરવામાં આવેલ છે. આ કાયદાના અમલીકરણથી હવે વેચાણ ઉપર નહીં, પરંતુ સપ્લાય ઉપર વેરો લાગે છે.

એસજીએસટી કાયદાની કલમ – ૩૧ની જોગવાઇ અનુસાર માલ, સેવા કે બંનેના સપ્લાયરે માલ, સેવા કે બંનેના સપ્લાય કરતી વખતે બિલ ઇશ્યુ કરવું ફરજિયાત છે. માલ કે સેવા કે બંને મેળવનાર વ્યક્તિઓએ પણ માલ કે સેવા કે બંને મેળવતી વખતે માલ કે સેવા કે બંને મેળવ્યા બદલનું બિલ અવશ્યપણે મેળવવું જોઇએ.

જીએસટી કાયદાની જોગવાઇ થકી આપણે વધુ સારું જીએસટીનું અમલીકરણ કરી શકીશું તેમજ રાષ્ટ્રનિર્માણ માટે જરૂરી એવા આવકનાં સંશાધનો ઉભા કરી શકાશે. આથી જીએસટી કાયદાની ચુસ્તપણે પાલન કરવા રાજ્ય વેરા અધિકારી (વહીવટ), ગુજરાત રાજ્ય, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!