એસ.ટી.નિગમના ૪૧૦૦૦ કર્મચારીઓને ૨૧ માસના એચ.આર.એ.ની રકમ રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્‍સામાં ચુકવાશે

ગાંધીનગર: ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમના અધિકારી-કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના સેટલમેન્‍ટ મુજબ એચ.આર.એ.ની ૨૧ માસની રકમ રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્‍સામાં ચુકવાશે, તેમ નાયબ મુખ્‍યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, એસ.ટી. નિગમના અધિકારી-કર્મચારીઓને તા.૦૧.૦૪.૨૦૦૯ થી તા.૩૧.૧૨.૨૦૧૦ સુધીના સમયગાળા માટે સુધારેલ એચ.આર.એ ના તફાવતની રકમ, ખાસ કિસ્‍સામાં ચુકવાશે. તે માટે રાજય સરકારને રૂા.૬૮.૬૯ કરોડની નાણાંકીય સહાયની રકમ એસ.ટી. નિગમને ફાળવી આપેલ છે, જેના કારણે એસ.ટી.ના કર્મચારીઓને તેનું ચુકવણું કરી દેવામાં આવશે. જેનો લાભ નિગમના ૪૧૦૦૦ કર્મચારીઓને મળશે.

error: Content is protected !!