18 જુલાઇથી શરૂ થશે સંસદનું મોનસૂન સત્ર

નવી દિલ્હીઃ સંસદનું મોનસૂન સત્ર 18 જૂલાઇથી શરૂ થઇને 10 ઓગષ્ટ સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સોમવારે સંસદીય મામલાનો કેબિનેટ સમિટિની બેઠકમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ હવે કાયદાકીય રીતે સત્ર બોલાવશે.

આ બેઠકમાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદ, રામવિલાસ પાસવાન અને પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યા હતા. સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે કહ્યું કે, સત્રમાં લગભગ 18 કામકાજના દિવસો હશે.

કેન્દ્ર સરકાર સંસદના આ મોનસૂન સત્રમાં ત્રિપલ તલાક બિલ, ટ્રાન્સઝેન્ડર બિલ અને ઓબીસી માટે રાષ્ટ્રીય આયોગને સંવિધાનિક દરજ્જાનું બિલ લાવી શકે તેવું મનાઈ રહ્યું છે.

error: Content is protected !!