જે પરિવારે પોતાના મત ક્ષેત્રનો વિકાસ નથી કર્યો તેમની પાસેથી ગુજરાતની જનતા વિકાસની અપેક્ષા રાખતી જ નથી: સ્મૃતિ ઈરાની

ગાંધીનગર: ભાજપની ‘ગુજરાત ગૌરવ યાત્રા’ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ રાજપીપળામાં હરસિધ્ધિ માતાના દર્શન કરીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

૧૫૦૦ કરતાં વધુ બાઇક અને ૫૦૦ કરતાં વધુ ફોર  વ્હીલર ગૌરવ યાત્રાના સ્વાગતમાં જોડાઈ હતી. ડેડિયાપાડા, સેલંબા, કુકરમુંડા ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી  સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જે લોકો પોતાના મતક્ષેત્રમાં કલેકટર ઓફિસ નથી બનાવી શકયા તે લોકો ગુજરાતમાં આવીને વિકાસની વાતો કરી રહયા છે. નેહરુજીએ જાહેર કરેલી ચૂંટણીલક્ષી જાહેરાત ફકત જાહેરાત જ રહેવા પામી હતી. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ ચૂંટણીલક્ષી જાહેરાત કરીને અમેઠી અને રાયબરેલીની જનતા સાથે હંમેશા છેતરપીંડી જ કરી છે. નેહરુજીએ જાહેરાત કરેલી આ રેલવેની યોજના છેક હવે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પુરી કરી છે. જે પરિવાર પોતાના મત ક્ષેત્રમાં કલેકટર ઓફીસ, સ્વાસ્થ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેલ્વે લાઈન જેવી સુવિધાઓ ન આપી શકયા શું તેઓ ગુજરાતનો વિકાસ કરશે ? જો કે કોંગ્રેસ પાસેથી ગુજરાતની જનતા વિકાસની કોઈ અપેક્ષા રાખતી જ નથી કારણ કે કોંગ્રેસ હંમેશા વિકાસ વિરોધી જ રહી છે. વિકાસની ઉપેક્ષા એ કૉંગ્રેસનો સ્વભાવ બની ગયો છે. ચૂંટણી આવે ત્યારે જ કૉંગ્રેસને જનતા યાદ આવે છે. પરંતુ આ કૉંગ્રેસને લોકતંત્રની તાકાતનો અંદાજો જ નથી.

જયપ્રકાશ નારાયણને યાદ કરતા વધુમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, લોકતંત્રની રક્ષા માટે જેમણે પોતાનું આખું આયખું ખર્ચી નાખ્યું તે લોકનાયકને ( જયપ્રકાશ નારાયણ) હેરાન કરવામાં કૉંગ્રેસે કોઈ કસર રાખી નથી. પોતાની સત્તા ટકાવવા માટે આ જ કૉંગ્રેસે 1975 માં  ઇમરજન્સી દાખલ કરી લોકશાહીનું ખૂન કર્યું હતું. લોકશાહીના આ હત્યારા આજે લોકતંત્રની વાત કરી રહ્યા છે.

રાહુલ ગાંધીની વિચારધારા પર આકરા પ્રહારો કરતાં વધુમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, JNUમાં જયારે દેશ વિરોધી ‘ભારત તેરે ટુકડે હોંગે, અફઝલ હમ શર્મિન્દા હૈ, તેરે કાતિલ જિંદા હૈ’ના નારા લાગતાં હતા ત્યારે આ દેશવિરોધી નારાઓનું વિરોધ કરવાને બદલે રાહુલ ગાંધી તેના સમર્થનમાં JNU માં દોડી ગયા હતા. શુ દેશ વિરોધી અને આતંકવાદીઓને સમર્થન કરનારી રાહુલ ગાંધીની માનસિકતાને ગુજરાત સમર્થન આપશે?

મહિલાઓ માટે હાલમાં અભદ્ર ટિપ્પણી કરનારાં રાહુલને વધુમાં સ્મૃતિજીએ જણાવ્યુંકહ્યું કે, મહિલાઓનું અપમાન કરનાર વિકૃત માનસિકતા ધરાવતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાત અને આ દેશની મહિલાઓ માફ કરશે નહીં. શુ વિકૃત માનસિકતા
ધરાવતાં રાહુલ ગાંધીના હાથમાં ગુજરાત, ગુજરાતની મહિલાઓ સુરક્ષિત રહેશે ? તેવો સવાલ તેમણે ગુજરાતની જનતાને કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલા વિકાસના કામોનો ચિતાર આપતાં વધુમાં પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, વર્ષ 1995 પેહલા આ વિસ્તારમાં વીજળી, શિક્ષણ, પ્રાથમિક સુવિધા કેન્દ્ર સહીતની પ્રાથમિક સુવિધા સુધ્ધાં ન હતી. આ તો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદી આવ્યા અને આ વિસ્તારની રોનક બદલાઈ. તેમણે આદિવાસીઓ ને જમીનના હક્ક આપ્યા. આદિવાસી વિસ્તારના વિકાસ માટે 64000 કરોડ રૂપિયાની આદિવાસી વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી. ગૌણ ખનીજ પેદાશોના હક્ક, વન પેદાશોના હક્ક આદિવાસીઓ ને મળે તે માટે હાલમાં જ રાજ્ય સરકારે પૈસા એક્ટનો કાયદો અમલમાં મુક્યો. પ્રજાના વિકાસ માટે ભાજપા જ કર્યું છે, કરી રહી અને ભવિષ્યમાં પણ વિકાસના કામો ફકત ભા. જ.પા. જ કરશે. જયારે કૉંગ્રેસે તો અત્યારસુધી પ્રજાને છેતરવાનું કામ જ કર્યું છે. ઇલેકશન ટાણે બિલાડી ના ટોપની જેમ ફૂટી નીકળતી કૉંગ્રેસને હવે જનતા સારી રીતે ઓળખી ગઈ છે.

રાહુલના પ્રવાસ અંગે ટીપ્પણી કરતાં વધુમાં પ્રદેશ પ્રમુખે કહ્યું  કે, રાહુલ ગાંધી થોડાં દિવસ અહીં રોકાઈ જાય તો સારું કારણ કે, રાહુલ ગાંધી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં કોંગ્રેસ સાફ થઈ જાય છે. ડિસેમ્બર 2017 પછી ગુજરાતમાંથી કોંગ્રેસ સાફ થઈ જશે.

પ્રદેશ મહામંત્રી ભરતસિંહજી પરમારે ઉપસ્થિત જનમેદની ને દિવાળી ની શુભેચ્છા આપતા કહ્યું કે, ‘દિવાળી પહેલાં ઘર સાફ, દિવાળી પછી કૉંગ્રેસ સાફ’ તેમ જણાવી આગામી ચૂંટણીમાં કૉંગ્રેસના સુપડા સાફ કરવા પ્રજાને આહવાન કર્યું હતું.

Related Stories

error: Content is protected !!