અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.

ગાંધીનગર:તાજેતરમાં રાજ્ય જી.એસ.ટી. વિભાગે બોગસ બિલિંગ પ્રવૃત્તિઓમાં સામેલ કેટલાક વ્યક્તિઓની ધરપકડ કરી
છે. આવા લોકો જરૂરિયાતમંદ વ્યક્તિને નાણાંની લાલચ આપી તેમના નામે અને તેમના પુરાવાઓને આધારે જીએસટી
રજીસ્ટ્રેશન કરાવી માલની હેરફેર વિના ફક્ત વેચાણ ઇનવોઇસ રજૂ કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કરચોરી કરાઇ હોવાનુ
જણાયું છે.
આ ઉપરાંત જી.એસ.ટી. પ્રેક્ટિશનર જી.એસ.ટી. રજિસ્ટ્રેશનની અરજીના પાર્ટ A માં વ્યાપારીને બદલે
પોતાનો ઇ-મેલ આઇડી કે મોબાઇલ નંબર દર્શાવે તે ગેરકાનુની છે. જેથી જી.એસ.ટી. નિયમો- ૨૦૧૭ /૮(૧) મુજબ
ફ્રોડ કેસમાં તેઓની ભૂમિકાની પણ તપાસ થઈ શકે છે, એમ રાજ્ય માલ અને સેવા વેરા કમિશ્નર- અમદાવાદની
અખબારી યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!