5000થી ઓછા મતે વિજયી બનેલા 20 ધારાસભ્યોની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં 5000 કરતા ઓછા મતે જીતેલા ધારાસભ્યો સામે ગુજરાત હાઈકોર્ટમાં ઈલેક્શન અરજી કરવામાં આવી છે. વિધાનસભાની 20 બેઠકો પરના ધારાસભ્યોની જીત સામે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઈ બોખીરીયા અને શૈલેષ પરમાર સહિતનાધારાસભ્યોની જીત સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો માત્ર 327 મતે જ વિજય થયો હતો.

અરજીમાં ગાંધીનગર ઉત્તર, ગારિયાધર, દેવભૂમિ દ્વારકા, માંડવી, પાટણ, અને જમાલપુર-ખાડિયા બેઠકના ધારાસભ્યોની જીત સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજીમાં આ અંગે કેટલાક પુરાવાઓ સાથે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની દાદ માગવામાં આવી છે. નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં 3000 કરતા ઓછા માટે જીતનારમાં 16 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. અરજીમાં  ચૂંટણી પંચની પ્રક્રિયા તથા મત ગણતરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

error: Content is protected !!