કૈલાસ યાત્રા પરિપૂર્ણ કરનાર યાત્રીઓનો અભિવાદન સમારોહ 22 ઓગસ્ટે યોજાશે

અમદાવાદ, દેશગુજરાત: ભારતીય સંસ્કૃતિની અતિ પ્રાચીન, પવિત્ર અને પાવનકારી કૈલાસ માનસરોવર યાત્રા પરિપૂર્ણ કરનાર ગુજરાતના ભાગ્યશાળી યાત્રિકોનો અભિવાદન સમારોહ આગામી તા. ૨૨ ઓગસ્ટ-૨૦૧૭ને મંગળવારના અમદાવાદ ખાતે યોજાશે એમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પસંદગી પામીને વર્ષ ૨૦૧૫-૧૬માં યાત્રા પરિપૂર્ણ કરનાર યાત્રિકોને રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સ્મૃતિચિહ્ન તથા ચેક અર્પણ કરી પ્રોત્સાહિત કરાશે. આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્ર ત્રિવેદી અને ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ પણ ખાસ ઉપસ્થિત રહેશે તો, યાત્રિકોને પ્રોત્સાહિત કરવા માટે નાગરિકોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે તેમ વધુમાં જણાવાયું છે.

error: Content is protected !!