રાજ્યના વાતાવરણમાં પલટો: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા

ગાંધીનગર: રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે દરિયા કિનારે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે કહ્યું કે, દરિયામાં પવનની ગતિ અને લહેરોની ગતિ તેજ થતા જ માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા તેમજ દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પાડવાની શક્યતા છે.

રાજ્યમાં આગામી 23 થી 25મી જૂન દરમિયાન ચોમાસાની વિધિવત શરૂઆત થવાની આગાહી અગાઉ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ વચ્ચે હાલ વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે રાજ્યમાં વહેલી સવારથી જ અતિ વેગથી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે જ મોટાભાગના વસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું.

error: Content is protected !!