રામ મંદિરનું નિર્માણ તે જ પથ્થરોમાંથી નિર્માણ પામશે: મોહન ભાગવત

ઉડપી : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શુક્રવારથી કર્ણાટકના ઉડપીમાં ધર્મ સંસદનું આયોજન કરાશે. આયોજકોના જણાવ્યા મુજબ તેમાં રામ મંદિરનું નિર્માણ, ધર્માંતરણ પર રોક અને ગૌરક્ષા અને ગૌસંરક્ષણ જેવા અનેક મુદા પર ચર્ચા કરવામાં આવશે.

ત્રણ દિવસના સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે ભાષણ કરતા કહ્યું કે, લોકો આપણા  ગૌરક્ષકોને  બદનામ કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે, ગાયની રક્ષા કરવાની આપણી પરંપરા છે. ભાગવતે રામ મંદિરના મુદા પર કહયું કે રામ જન્મભૂમિ પર રામ મંદિર જ બનશે અને તેજ પથ્થરથી બનશે.

આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર અને યોગ ગુરૂ રામદેવ સામેલ થવાની આશા છે. આયોજકોએ કહ્યું કે, દેશભરમાંથી બે હજારથી વધુ સંત, મઠાધીશ અને વીએચપી નેતા આ સંમેલનમાં સામેલ થશે. તેમાં જાતિ અને લિંગના આધાર પર થતા ભેદભાવ જેવા મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે અને હિંદુ સમાજ વચ્ચે સૌહાર્દ લાવવાના ઉપાયો શોધવામાં આવશે.

error: Content is protected !!