ધોરણ-10નું પરિણામ આગામી 23 થી 28 મે સુધીમાં જાહેર કરાશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આગામી 23 થી 28 મે સુધીમાં જાહેર કરવામાં આવશે.  જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ 30 મે સુધીમાં જાહેર કરાશે.

સમગ્ર રાજ્યમાંથી 11  લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી છે.

માહિતી મુજબ આવતી કાલે (16 મે, બુધવારે ) પરીક્ષા સચિવ અને બોર્ડના અધિકારીઓની પ્રિન્ટિંગ અને કમ્પ્યૂટર વિભાગ સાથે ગાંધીનગરમાં બેઠક યોજાશે. જે બાદ પરિણામની ચોક્કસ તારીખ જાહેર થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ મળી જાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 10 મેએ ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. આ વખતે ધોરણ-12 સાયન્સનું પરિણામ 72.99 ટકા આવ્યું હતું, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું રહ્યું છે. ત્યારે હવે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓની નજર ધોરણ-10ના પરિણામની રાહ જોઈ રહી છે.

error: Content is protected !!