અયોધ્યા મુદ્દે કપિલ સિબ્બલના નિવેદનને ખોટું કહેનાર વક્ફ બોર્ડ પ્રશંસાને પાત્ર: વડાપ્રધાન મોદી

અમદાવાદ, દેશગુજરાત: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત પ્રવાસ પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વક્ફ બોર્ડની પ્રશંસા કરી હતી. વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલના નિવેદનથી વક્ફ બોર્ડ પણ દૂર થઇ જતા સિબ્બલ અલગ પડી ગયા છે. ઉલ્લેખનીય છે કે, સિબ્બલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ અંગે સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે, આ કેસની સુનાવણી 2019ની લોકસભાની ચૂંટણી સુધી સ્થગિત કરી દેવી જોઈએ. સિબ્બલનું આ નિવેદન સામે આવતા જ રાજકારણમાં ગરમાવો આવી ગયા હતો. પ્રથમ ભાજપે તેઓની ઉપર પ્રહારો કાર્ય અને હવે વક્ફ બોર્ડે જ તેમની દલીલથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. સુન્ની વક્ફ બોર્ડના સભ્ય અને બાબરી મસ્જિદના પક્ષકાર હબી મહબુબે સિબ્બલના નિવેદનને ખોટું ઠેરવ્યું હતું. તેઓએ કહ્યું કે, કપિલ સિબ્બલ એક રાજકીય પાર્ટી સાથે પણ જોડાયેલા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં તેમનું નિવેદન ખોટું હતું. અમે આ વિવાદ અંગે જલ્દી ઉકેલ ઈચ્છી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, અમે આ લડાઈ લાંબા સમયથી લડી રહ્યા છીએ. અમે કોર્ટમાંથી ઝડપી ઉકેલ માંગીએ છીએ. હું અંગત રૂપે સુનાવણી 2019 સુધી મુલતવી રાખવાના સિબ્બલના નિવેદન સાથે સહમત નથી.  તેમણે એમ પણ કહ્યું કે, રામ મંદિર માટે કાયદો લાવવાથી વડાપ્રધાન મોદીને દૂર રહેવું  જોઈએ. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ પક્ષે કેસ જીતી લીધો છે. મંદિરના નિર્માણ માટે વિવાદિત જમીનને સોંપી દેવાનો કોઇ વિચાર ન હોવા જોઈએ.

અગાઉ ભાજપે કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો હતો કે રામ મંદિર અંગે સિબ્બલનું નિવેદન પોતાનું છે કે સુન્ની વક્ફ બોર્ડનું તે સ્પષ્ટતા કરો.

error: Content is protected !!