રાજ્યમાં પુરતું પાણી મળી રહેશે, પાણી પુરવઠા વિભાગને રૂ.200 કરોડની ફાળવણી કરાઈ: મુખ્યમંત્રી રૂપાણી

ગાંધીનગર: આવતીકાલે (સોમવાર)થી શરુ થતી ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં પાણીની તકલીફ ન પડે તે માટે પુરતું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં કહ્યું કે, પાણીની તકલીફ ન પડે તે માટે અમે પુરતું આયોજન કર્યું છે. ગામ, નગરપાલિકા, મહાનગરપાલિકા  તમામને પુરતું પાણી મળશે. તેમણે ઉમેર્યું કે, પાણી પુરવઠા વિભાગને રૂ.200 કરોડની ફાળવણી કરાઈ છે. આ માટે કલેક્ટર લેવલે દર સપ્તાહે પાણી મુદ્દે બેઠક કરવામાં આવે છે. ગુજરાતમાં જરૂર હશે ત્યાં નર્મદાનું પાણી પહોંચાડીશું. બાકી લોકલ સ્ત્રોતથી પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

error: Content is protected !!