મુંબઈ: સુરંગ ખોદી બેંકમાં પ્રવેશેલા ચોરોએ રોકડ અને ઘરેણાની કરી ઉઠાંતરી

મુંબઈ, દેશગુજરાત: નવી મુંબઈમાં બેંક ઓફ બરોડામાં  ચોરીની ઘટના સામે આવી છે. ચોરોએ ઊંડી સુરંગ ખોદીને બેંકના લોકરમાં રહેલા રૂ.1 કરોડ સહીત ઘરેણાની ચોરી કરવામાં આવી હતી. જોકે, બેંક અત્યાર સુધીમાં ચોરીની ઘટનાને સ્વીકારી નથી. બેંકના અધિકારીઓએ આ ઘટના અંગે કંઈપણ કહેવાનો ઇનકાર કરી દીધો છે.

નવી મુંબઈના જુઈનગરમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં ચોરીને અંજામ આપવા માટે ચોરોએ એક ઊંડી સુરંગ ખોદી અને અંદાજે 1 કરોડ રૂપિયા જેટલી રકમ સહીત ઘરેણા પાર હાથ સાફ કરી ગયા હતા. જોકે, બેંકની વધુ રકમ જ્યાં મુકવામાં આવતી હતી તે મુખ્ય સેફ સુધી પહોંચવામાં ચોરો નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાની જાકારી પોલીસે સોમવારે આપી હતી.

પોલીસના કહેવા પ્રમાણે ચોરીની ઘટના સપ્તાહની રજાઓના દિવસોમાં બની હતી. પરંતુ ચોરો બેંકના મુખ્ય સુરક્ષા રૂમને તોડી શક્યા નહીં. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, આ ચોરી કુશળ ગુનેગારોનું કામ હોઈ શકે છે.

error: Content is protected !!