આ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ અને અંત બેઉ સોમવારે જ થશે

અમદાવાદ, સોમવારઃ ysશિવભકતો દર વર્ષે પવિત્ર શ્રાવણ માસની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ માસ સોમવારે શિવભક્તિનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આ વર્ષે શ્રાવણ મહિનાઓ સોમવારે જ શરુ થશે અને પૂર્ણ પણ સોમવારે જ થશે. આ વર્ષે શ્રાવણ માસનો અનોખો સંયોગ જોવા મળશે. જેને લીધે લાખો શિવભકતોના ઉત્સાહમાં વધારો થશે.

શ્રાવણ મહિનામાં શિવની પૂજા અર્ચના કરવા માટે શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. તેમાં પણ શ્રાવણીયા સોમવારનું વિશેષ માહત્મય રહેલું હોય શિવ ભક્તો સોમવારના રોજ મંદિરોની સામે લાંબી કતારોમાં ઉભા રહીને પણ શિવજીના દર્શન કરતા હોય છે. ત્યારે આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ અને અંત સોમવારથી જ થતો હોવાથી ભક્તોમાં અનેરી ખુશીની લાગણી જોવા મળે છે. તેમજ શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને સાતમ-આઠમ સહીત સાત પર્વની ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવશે.

શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ મુજબ સોમવાર શિવજીને અતિપ્રિય વાર છે. તેથી, શિવ ભક્તો સોમવારના દિવસે શિવાલયોમાં શિવજીની પૂજા કરવા પહોંચી જાય છે. ત્યારે જો વાત હોય શ્રાવણ માસની તો શ્રાવણ માસમાં તો સોમવારનું અનોખું મહત્વ રહેલું છે. તેથી, જ ભક્તો શ્રાવણીયા સોમવારે મહાદેવની પૂજા-અર્ચના, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં અચૂક પહોંશે છે અને દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આ વર્ષે 24 જુલાઈથી પ્રારંભ થનારા પવિત્ર શ્રાવણ માસમાં આ વર્ષે 5 સોમવારનો સંયોગ સર્જાશે. જયારે 21 ઓગસ્ટે શ્રાવણ માસ પૂર્ણ થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 5 સોમવારનો સંયોગ શિવભકતો માટે વિશેષ ફળદાયી નીવડશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સામાન્યપણે શ્રાવણ માસમાં 4 સોમવાર હોય છે. પરંતુ આ વર્ષે વધુ એક સોમવારનો ઉમેરો થવાથી ભક્તો ભોળાનાથને રીઝવવા વધુ એક સોમવારે ઉપવાસ, નાકોડું વ્રત, મોં વ્રત સહિતના વ્રત સાથે પૂજા-પાઠ કરશે. 27 જુલાઈએ નાગપંચમી, 28મીએ રાંધણ છઠ્ઠ, 29મીએ શીતળા સાતમ, 1 ઓગસ્ટે નોળિયા નોમ, 7 ઓગસ્ટે રક્ષાબંધન અને 15 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વની સાથે જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

error: Content is protected !!