જમીન નવસાધ્ય કરવા હેક્ટર દીઠ અપાતી રૂા.૧૫,૦૦૦ની સહાય વધારીને રૂા.૩૦,૦૦૦ કરાઇ

ગાંધીનગર:રાજ્ય સરકારે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનના લાભાર્થીઓને જમીન નવસાધ્ય કરવા હેક્ટર દીઠ અપાતી રૂા.૧૫,૦૦૦ની સહાય વધારીને રૂા.૩૦,૦૦૦ કરવામાં આવી છે, તેમ મહેસૂલ વિભાગના ઠરાવમાં જણાવાયું છે.

ખેતીની જમીનના વિકાસ માટેનું ખર્ચ તથા ખેતીના સાધનો, જંતુનાશક દવાઓ, બિયારણ વગેરેની હાલની કિંમતમાં થયેલ વધારો ધ્યાનમાં લેતાં આ રકમ અપુરતી હોવાથી ખરેખર જે જમીન નવસાધ્ય કરવા વર્ષ ૨૦૧૬-૧૭ના ધોરણો પ્રમાણે રૂા.૧૫,૦૦૦/-ની સહાય મેળવેલ નથી. તેવા લાભાર્થીઓને સરકારે જાહેર કર્યા પ્રમાણે રૂા.૩૦,૦૦૦/-ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. સહાયની આ રકમનો ઉપયોગ લાભાર્થીને ફાળવવામાં આવેલી જમીનની કબજા હક્કની રકમની વસુલાત કામે કરી શકાશે નહી. સુધારેલી આ યોજના ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯થી અમલમાં આવે છે તેમ ઠરાવમાં વધુમાં જણાવાયું છે.

error: Content is protected !!